HomeMorbiમોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડ ત્રાટકતી : શૌચાલયમાંથી મોબાઈલ મળતા જેલ તંત્ર...
મોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડ ત્રાટકતી : શૌચાલયમાંથી મોબાઈલ મળતા જેલ તંત્ર દોડતું થયું
મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થાને ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદની ખાસ ઝડતી સ્ક્વોડ દ્વારા કરાયેલી અચાનક ચકાસણી દરમિયાન બેરેકના શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ આગળની તપાસ શરૂ કરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની રેડ પાર્ટી જેમાં જેલર ગ્રુપ-૨ જવાનો તપાસ માટે મોરબી સબ જેલ ખાતે પોંહચીયા હતા. ત્યારે મોરબી સબ જેલની ૧૦-૪૦ થી ૧૨-૩૦ કલાક સુધીની ઝડતી ચકાસણી કરેલ જે દરમ્યાન જેલના સર્કલ નંબર-૦૧૦૧ની બેરેક -૧ ની પાછળ આવેલ પ્રથમ સંડાસની કુંડીની અંદરથી કેચાડા કંપનીનો મોબાઈલ ફોન કંપનીનો સિલ્વર/બ્લેક કલરનો બે સીમકાર્ડની સ્પેશ ધરાવતો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો પાછળના ઢાકણ વગરનો મોબાઇલ નંગ-૦૧ મળી આવ્યો હતો.
ત્યારબાદ આ મામલે જવાબદાર કેદી કે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બી.એન.એસ. ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.