HomeMorbiમોરબીના રફાળેશ્વર પાસે પાર્ક કરેલી બાઈક પર ચોરોની નજર: પળવારમાં બાઈક લઈ...

મોરબીના રફાળેશ્વર પાસે પાર્ક કરેલી બાઈક પર ચોરોની નજર: પળવારમાં બાઈક લઈ તસ્કરો ફરાર

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલી ઓમ એન્જીનીયરીંગ કંપની પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલ હીરો કંપનીનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રફાળેશ્વર મચ્છોનગર ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા ગૌતમભાઈ વજુભાઈ વામજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રફાળેશ્વર ગામ પાસે આવેલી ઓમ એન્જીનીયરીંગ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીની માલિકિનુ હિરો કંપનીનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AB-6066 જેની કિંમત રૂપિયા 40,000 વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular