HomeMorbiશક્ત શનાળામાં પાણીની ટાંકીમાંથી વિદેશી દારૂનો ભંડાર ઝડપાયો; રૂ.5.87 લાખનો મુદ્દામાલ કબજે,...

શક્ત શનાળામાં પાણીની ટાંકીમાંથી વિદેશી દારૂનો ભંડાર ઝડપાયો; રૂ.5.87 લાખનો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર

મોરબીના શક્ત શનાળા ગામે પોલીસએ મોટી કાર્યવાહી હાથ ધરી રહેણાંક મકાનમાં પાણીની ટાંકીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સીટી એ ડિવિઝન પોલીસની રેઇડ દરમિયાન વિવિધ બ્રાન્ડની 1459 બોટલ અને પ્લાસ્ટિક ચપલા મળી કુલ રૂ.5.87 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી અશ્વિન વાઘેલા સ્થળ પરથી ફરાર મળી આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શકત શનાળા ગામના નવા પ્લોટ વિસ્તારમાં મુરલીધર હોટલ પાછળ આવેલા અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંક મકાન ઉપર રેઇડ કરવામાં આવી હતી, તપાસ દરમિયાન મકાનમાં પાણી ભરવાની બે મોટી ટાંકીઓમાં છુપાવી રાખેલો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની ૭૫૦મીલી.ની ૨૯૬ બોટલો અને ૧૧૬૩ પ્લાસ્ટિકના ચપલા મળી કુલ ૧૪૫૯ નંગ દારૂનો જથ્થો કિ.રૂ.૫,૮૭,૨૮૬/- કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી અશ્વિન વાઘેલા સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઈ ગુર્જર, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાયધનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ જીવણભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.

RELATED ARTICLES

Most Popular