HomeMorbiટીકર (રણ)માં થાર પર જોખમી સ્ટંટ કરવો યુવકને પડ્યો ભારે, વીડિયો વાયરલ...
ટીકર (રણ)માં થાર પર જોખમી સ્ટંટ કરવો યુવકને પડ્યો ભારે, વીડિયો વાયરલ થતાં પોલીસનો સપાટો
હળવદના ટીકર(રણ) વિસ્તારમાં થાર કાર પર જીવલેણ સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર યુવક સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં તે લાયસન્સ વગર ગાડી ચલાવતો હોવાનું પણ સામે આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ટીકર(રણ) વિસ્તારમાં એક ઈસમ મહિન્દ્રા કંપનીની થાર કારની ઉપર બેસી સ્ટંટ કરી કાર છુટા હાથે ચલાવતો વિડીઓ વાયરલ થયેલ, જે વિડીઓને આધારે હળવદ પોલીસે તપાસ કરતા હળવદ તાલુકાના મીંયાણી ગામના આશિષભાઈ ચંદુભાઈ રંભાણી ઉવ.૨૦ નામના યુવકને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી આશિષભાઈની સઘન પૂછતાછમાં થાર કાર નંબર જીજે-૩૬-એસી-૦૧૩૦ સાથે ટીકર(રણ) વિસ્તારમાં જોખમી સ્ટંટ કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સાથે હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.