HomeMorbiમોરબીના શનાળા બાયપાસ પાસે દારૂના જથ્થા પર પોલીસનો દરોડો; રહેણાંક મકાનમાંથી વિદેશી...

મોરબીના શનાળા બાયપાસ પાસે દારૂના જથ્થા પર પોલીસનો દરોડો; રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયર ઝડપાઈ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે શનાળા બાયપાસ નજીક રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રૂ.૩૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દરોડા દરમિયાન આરોપી મયુર વાઘેલા સ્થળ પરથી ફરાર મળી આવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે શનાળા બાયપાસ નજીક મયુરભાઈ કાંતીભાઈ વાઘેલાના રહેણાંક મકાન પર રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાન તેમજ બાજુના બંધ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૨૮૦ બોટલ, બિયરના ૪ ટીન એમ કુલ કિ.રૂ.૩૮,૨૦૪/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી મયુરભાઈ વાઘેલા સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular