HomeMorbi‘હિન્દ વૈભવ ન્યૂઝ’ના તંત્રી મેહુલભાઈ ગઢવીનો આજે જન્મદિવસ

‘હિન્દ વૈભવ ન્યૂઝ’ના તંત્રી મેહુલભાઈ ગઢવીનો આજે જન્મદિવસ

મુળ જામનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના જેપૂર મુકામે સ્થાયી થયેલા જાણીતા પત્રકાર તેમજ ‘હિન્દ વૈભવ ન્યૂઝ’ના નિડર તંત્રી મેહુલભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે.

તેઓ લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહીને સામાન્ય જનતા અને પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની ગરિમા જાળવીને તેમણે હંમેશા સત્ય અને લોકહિતના પક્ષે અવાજ ઉઠાવ્યો છે, જેના કારણે ટૂંકા સમયમાં જ તેમણે વાચકો અને જનતામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના બહોળા મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ, સ્નેહીજનો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ફોન, સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેઓ આગામી સમયમાં પત્રકારત્વના ક્ષેત્રે વધુ પ્રગતિ કરે, દીર્ઘાયુ બને અને હંમેશા જનતાની સેવા કરતા રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

RELATED ARTICLES

Most Popular