HomeMorbiહળવદના કડીયાણામાં પાણીના વારા મુદ્દે સગાંઓ આમને-સામને; મહિલા સહિત બે ઇજાગ્રસ્ત

હળવદના કડીયાણામાં પાણીના વારા મુદ્દે સગાંઓ આમને-સામને; મહિલા સહિત બે ઇજાગ્રસ્ત

હળવદ તાલુકાના કડીયાણા ગામે વાડીમાં પાણી વાળવાના વારા મુદ્દે કૌટુંબિક સગાંઓ વચ્ચે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો. બોલાચાલી બાદ લાકડાના ધોકા અને નિંદામણના છરીયા વડે હુમલો થતાં એક મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઈ તેજાભાઈ વડોલીયા (ઉ.વ. ૩૮) એ આરોપી પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વડદોલિયા તથા પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલિયા રહે. બંને કડીયાણા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા આરોપીઓને પાણીની લાઈન સહિયારી હોય જેમા બન્ને પાણી પાતા હોય અને આજરોજ ફરીયાદિનો પાણી પાવાનો વારો હોય અને પાણી પાતા હોય ત્યારે આરોપીઓએ આવી પાણીનો પોતાનો વારો છે તેમ કહી ફરીયાદિ સાથે બોલાચાલી કરી ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ લાકડાના ધોકાથી ફરીયાદીને પગમાં મારી મુંઢ ઇજાઓ કરી તથા આરોપીઓએ સાથી અમૃતાબેનને માથામા છોરીયાનો ઘા મા રી માથામાં ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular