HomeMorbiમોટા દહીસરા ગામે એલસીબીનો સપાટો : જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.1.13...

મોટા દહીસરા ગામે એલસીબીનો સપાટો : જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.1.13 લાખનો મુદ્દામાલ જપ્ત

માળીયા(મીં) તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ ચાલી રહેલા જુગારધામ પર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે સંયુક્ત દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા 1,03,000 તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.1,13,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગે મળતી માહિતી મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોટા દહિસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો અમીતભાઇ જેરામભાઇ પટેલ( ઉ.વ.૪૫) રહે. પીપળી તા.જી.મોરબી, નગીનભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.૫૪) રહે.ખાખરેચી તા.માળીયા(મીં), વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી (ઉ.વ.૩૨), રહે. મોટાદહિસરા તા.માળીયા (મીં) જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉ.વ.૫૫ રહે.વવાણીયા તા.માળીયા (મીં.), હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) રહે.મોટા દહિસરા તા.માળીયા(મીં), રમેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૫૨) રહે.સરવડ તા.માળીયા(મીં)વાળાને રોકડા રૂપિયા ૧,૦૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૧૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આ રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો શક્તિ કોળી રહે.ધનાળા તા.હળવદ, અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોટાદહિસરા તા.માળીયા(મીં), ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ રહે.સરવડ તા. માળીયા(મીં)વાળા નાશી ભાગી ગયેલ હોય જેથી આ રેઇડમાં પકડાયેલ તથા નહિ પકડાયેલ તેમ મળી કુલ-૯ આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Most Popular