HomeMorbiમોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા
મોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ફિરોઝભાઈ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ જીવન પાર્ક મોરબી, વિનુભાઈ ડુંગરભાઈ વિડજા રહે. વાવડી ગામ મોરબી, અખતરભાઈ ગુલમામદભાઈ જુસા રહે. વિશીપરા, અજયભાઈ નવલભાઈ દેવ રહે. કાલિકા પ્લોટ શેરી નંબર -૦૩ મોરબી તથા ભીખાભાઈ શંકરભાઈ રસાણીયા રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.