HomeMorbiમોરબીના શનાળા રોડ પરથી ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ પકડાયો
મોરબીના શનાળા રોડ પરથી ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ પકડાયો
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શનાળા રોડ પર મોમ્સ હોટેલ પાછળ જવાના રસ્તે, સતવારા સમાજની વાડી પાસેથી પસાર થતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ચાલતો જતો જણાતા પોલીસે તેને ઊભો રાખી તપાસ કરતા આરોપી પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિકીભાઈ નારાણભાઈ નાટડા રહે. શક્ત શનાળા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.