HomeMorbiમોરબીમાં દારૂબંધીના ધજાગરા: વાઘપરામાંથી 16 ચપલા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં દારૂબંધીના ધજાગરા: વાઘપરામાંથી 16 ચપલા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. શહેરના વાઘપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ-ડિવિઝન પોલીસે એક શખ્સને વિદેશી દારૂના 16 ચપલા સાથે ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરા શેરી નંબર-૧૦ માં પહોંચતા એક ઈસમ પ્લાસ્ટિકની કોથળી સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૬ કિંમત રૂપિયા ૧૭૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનગ્રા (ઉ.વ. ૪૦) રહે. વાઘપરા શેરી નં. ૧૦, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દારૂ સપ્લાય કરનાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Most Popular