HomeMorbiમોરબીમાં IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: ફોન પર હારજીતના સોદા લખાવતો શખ્સ ઝડપાયો, એક...
મોરબીમાં IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: ફોન પર હારજીતના સોદા લખાવતો શખ્સ ઝડપાયો, એક ફરાર
મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં IPL ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફોન મારફતે રનફેર અને હારજીતના સોદા લખાવતો આરોપી પોલીસના હાથે ચઢ્યો હતો, જ્યારે તેનો સાગરીત ફરાર થઈ ગયો છે. પોલીસે રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ. 9,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નંબર-૭ માં પહોંચતા જ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કબીર ટેકરી શેરી નંબર-૮ માં રહેતો અસગરભાઈ નામનો શખ્સ આઈપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીત પર ફોન દ્વારા સોદા લખાવી જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા (ઉ.વ. ૪૬) રહે. કબીર ટેકરી શેરી નં. ૮, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કાનજીભાઈ કોટેચા રહે. વાઘપરા મોરબીવાળાનુ નામ ખુલતા બંને વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા આરોપી પાસેથી ૪૫૦૦ રોકડા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૯૫૦૦ નોં મુદ્દામાલ જપ્ત કર્યો છે.