HomeMorbiત્રણ વર્ષ જૂના છૂટાછેડાનો ખાર! મોરબીમાં પૂર્વ બનેવીએ સાળાનો પીછો કરી બેઝબોલના...

ત્રણ વર્ષ જૂના છૂટાછેડાનો ખાર! મોરબીમાં પૂર્વ બનેવીએ સાળાનો પીછો કરી બેઝબોલના ધોકાથી કર્યો હુમલો

મોરબી શહેરમાં જૂના મનદુઃખે હિંસક વળાંક લીધો છે. ત્રણ વર્ષ પહેલાં થયેલા છૂટાછેડાની અદાવત રાખીને એક શખ્સે પોતાના પૂર્વ સાળાનો ફોર્ચ્યુનર કારમાં પીછો કરી સનાળા રોડ પર રસ્તો રોક્યો હતો. ત્યારબાદ જાહેરમાં બેઝબોલના લાકડાના ધોકાથી હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા દિવ્યરાજભાઈ કિરણભાઈ સનારીયા (ઉ.વ.૨૨) એ આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરીયા રહે. રાજપર ગામ મોરબીવાળા વિરૂદ્ધ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે જુના મન:દુખનો ખાર રાખી ફરીયાદીને લાકડાના ધોકા વડે ધોકાનો એક ઘા કમરના ભાગે તથા એક ઘા જમણા પગના સાથળમાં તથા એક ઘા ડાબા પગના સાથળમાં મારી મુઢ ઇજાઓ કરી તેમજ મા-બહેનની ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના સ્પેલ્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે.-૦૩- જે.જી.-૭૧૬૫ વાળામાં આગળના ટોપાના ભાગે ધોકાના ઘા મારી નુકશાની કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular