HomeMorbiવિરપરમાં રહેણાંક મકાનમાંથી રૂ. 29 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
વિરપરમાં રહેણાંક મકાનમાંથી રૂ. 29 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ટંકારાના વિરપર ગામમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડા દરમિયાન 140 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. દરોડા સમયે આરોપી હાજર ન મળતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે વીરપર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૦ કિંમત રૂપિયા ૨૯૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી આરોપી રેઇડ દરમિયાન સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા રહે. વિરપર તા. ટંકારાવાળો હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.