HomeMorbiમોરબીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ: મોબાઈલ મારફતે રનફેરનો જુગાર રમતો...

મોરબીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ: મોબાઈલ મારફતે રનફેરનો જુગાર રમતો યુવક ઝડપાયો

મોરબી શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રાજપર ચોકડી નજીકથી એક યુવકને મોબાઈલ ફોન મારફતે IPL મેચ પર રનફેરના સોદા લેતા ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ અને મોબાઈલ સહિત રૂ. 16,150નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ત્રાજપર ચોકડી પાસે જાહેર રોડ પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ફોન સાથે મળી તલાસી લેતા આરોપી અજયભાઈ લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશન મા લાઇવ મેચ નિહાળી ઓનલાઇન ગુજરાત ટાઇટન્સ (GT) તથા રોયલ ચેલેન્જ બેંગ્લોર (RCB) વચ્ચે ચાલતી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર હાજર નહી મળી આવેલ આરોપી રવી ઉર્ફે માસ વરાણીયા સાથે વ્હોટસએપમાં પ્લેયર માંગી રને રૂપીયા ૧૫૦ ના સોદાઓ લઈ રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧,૧૫૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/ મળી કુલ રૂ.૧૬,૧૫૦/- ના મુદામાલ સાથે આરોપી અજયભાઈ શામજીભાઈ જીંજવાડીયા (ઉ.વ.૨૭) રહે. ત્રાજપર ઝાંપા પાસે મોરબીવાળાને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular