HomeMorbiજૂની અદાવતનો ખાર! કાજરડા ગામે યુવક પર ત્રણ શખ્સોનો લોખંડના પાઇપથી જીવલેણ...

જૂની અદાવતનો ખાર! કાજરડા ગામે યુવક પર ત્રણ શખ્સોનો લોખંડના પાઇપથી જીવલેણ હુમલો

માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે જૂની બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પીડિતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અસગર રમજાનભાઇ મોવર, આર્યન, આબીદ રમજાનભાઇ મોવર રહે.ત્રણેય કાજરડા તા.માળિયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજાને આરોપીઓ સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી ઝધડો કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદને લોખંડના પાઇપ વતી જેમફાવે તેમ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular