HomeMorbiમોરબીમાં SOGનો સપાટો: સાયન્ટિફિક રોડ પર વાડામાંથી ગાંજો અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો...
મોરબીમાં SOGનો સપાટો: સાયન્ટિફિક રોડ પર વાડામાંથી ગાંજો અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો; એક ઈસમની અટક
મોરબી શહેરમાં આરોપીના કબજા ભોગવટાવાળા વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તથા હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, દાઉદભાઇ અબ્બાસભાઇ ખુરેશી રહે. સાયન્ટીફીક રોડ, વજેપર, મોરબી-૧ વાળાએ રહેણાંક મકાનની સામે પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૯૨ ગ્રામ કિ.રૂ.૯૯,૬૦૦, માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ૧૧ ગ્રામ ૩૭ મીલીગ્રામ કિ.રૂ.૩૮,૬૨૯, ઇલેક્ટ્રીક વજન કાટો મોટો તથા નાનો મળી નંગ ૨ કી.રૂ ૭૦૦, ગાંજોનો વેપાર કરી તેના મેળવેલ રોડક રૂપીયા ૧૬૨૦ તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કીમંત રૂપીયા ૧,૪૫,૫૪૯ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦(બી) (૨-બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ને સોપેલ છે.