HomeMorbiજૂની અદાવતનો વિસ્ફોટ: વેગડવાવમાં યુવક પર ધારીયા વડે હુમલો, દંપતી સામે પોલીસ...

જૂની અદાવતનો વિસ્ફોટ: વેગડવાવમાં યુવક પર ધારીયા વડે હુમલો, દંપતી સામે પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે વર્ષો જૂની અદાવત ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે. જમીન અને કોર્ટ કાર્યવાહી સંબંધિત મનદુઃખને લઈને એક યુવક પર ધારીયા વડે હુમલો કરી મારપીટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા (ઉ.વ. ૩૧, જાતે કોળી) એ આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા તથા હંસાબેન ભરતભાઈ સુરેલા રહે. વેગડવાવ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ અગાઉ આરોપીના કુટુંબી ભાઈઓને જામીન કરાવેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી આરોપીની વાડી પાસેના રસ્તા પાસેથી નીકળતા આરોપી ભરતભાઈએ પોતાના હાથમાં ધારીયુ લઈ આવી ફરીયાદીને પીઠના ભાગે મુંઢ ઈજા કરેલ તેમજ જમણા હાથના આંગળા પર બટકુ ભરી ઈજા કરી આરોપી હંસાબેનએ ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારી આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular