HomeMorbiરૂપિયા પરત ચૂકવ્યા છતાં બિલ્ડરને ધમકી! કેશોદના શખ્સે ફોન પર ગાળો ભાંડી...

રૂપિયા પરત ચૂકવ્યા છતાં બિલ્ડરને ધમકી! કેશોદના શખ્સે ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબીના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા એક કોન્ટ્રાક્ટરે પાંચ વર્ષ પહેલાં લીધેલી હાથઉછીની રકમ સંપૂર્ણ પરત ચૂકવી દીધી હોવા છતાં કેશોદના એક શખ્સે ફોન કરીને બિભત્સ ગાળો આપી અને મોરબી આવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ નજીક ભગવતી ટવીન્સ -એ-બ્લોક નં -104 રાજા મીનરલ વોટર પાર્ક બાજુમાં રહેતા અને કોન્ટ્રાકટરનો ધંધો કરતા રાજેશભાઈ વાઘજીભાઇ કાલાવડીયા (ઉ.વ.૪૫) એ આરોપી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડીયા રહે. કેશોદ જી. જુનાગઢવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમના આરોપી પાસેથી હાથ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા પરત આપી દીધેલ હોવાછતા ફરીયાદીને આરોપીએ ફોન કરીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular