HomeMorbiકાલિકાપ્લોટમાં દારૂનો અડ્ડો ઝડપાયો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે
કાલિકાપ્લોટમાં દારૂનો અડ્ડો ઝડપાયો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે
મોરબી શહેરમાં દારૂબંધીના કાયદા વચ્ચે ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ચર્ચા જાગી છે. કાલિકાપ્લોટ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા કાલિકાપ્લોટમાં નર્મદા હોલની સામે રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઈ કરીમભાઈ કુરેશીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા નંગ -72 કિંમત રૂપિયા 9000 નો મુદામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.