HomeMorbiકૌટુંબિક મનદુઃખે લીધો હિંસક વળાંક: સ્કૂટર અડાડી યુવકને પટક્યો, હેલ્મેટના ઘા મારી...

કૌટુંબિક મનદુઃખે લીધો હિંસક વળાંક: સ્કૂટર અડાડી યુવકને પટક્યો, હેલ્મેટના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી!

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કૌટુંબિક મનદુઃખનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપીએ પહેલા પુરઝડપે સ્કૂટર હંકારી યુવકના બાઈકને ટક્કર મારી નીચે પટક્યો હતો અને બાદમાં ઉશ્કેરાઈ જઈ હેલ્મેટ વડે માથામાં ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટીએ આરોપી શાહરૂખભાઈ જુસબભાઈ સંધવાણી રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી ના મોટાબાપુના દિકરાની વહુ સાતેક માસથી રીસામણે હોય જે આરોપીની બહેન થતી હોય જેનો ખાર રાખી આરોપીએ પોતાના હવાલાવાળી સ્કુટી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદિના મોટરસાયકલ સાથે પાછળ થી અથડાવી નિચે પાડી દેતા ફરીયાદિએ સ્કુટી ધીમે ચલાવવા કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો આપી પોતાના હાથમા રહેલ હેલ્મેટ ફરીયાદિના માથાના ભાગે બે-ત્રણ ઘા મારી સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular