HomeMorbiવાડીમાં એકલી કામ કરતી યુવતી પર લફંગાની નજર! હળવદ પંથકમાં છેડતીની ઘટનાથી...
વાડીમાં એકલી કામ કરતી યુવતી પર લફંગાની નજર! હળવદ પંથકમાં છેડતીની ઘટનાથી ચકચાર
હળવદ પંથકના એક ગામમાં ખેતીકામ માટે વાડીમાં ગયેલી 22 વર્ષીય યુવતી સાથે છેડતી થયાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદના આધારે ગામના જ એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા કરતી આ ઘટનાએ સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા રહેતી એક યુવતીએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની વાડી એ કામ કરતા હતા ત્યારે આરોપીએ ફરીયાદી સામે ઇશારા કરી ફરીયાદીની કબ્જાની વાડીમાં આવી છેડતી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.