HomeMorbiમોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કેસમાં બાકી આરોપી બાદનપરથી ઝડપાયો; ભોગ બનનાર...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કેસમાં બાકી આરોપી બાદનપરથી ઝડપાયો; ભોગ બનનાર હેમખેમ મુક્ત
ગુનેગારો ગમે એટલા શાણા બને પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી, તે મોરબી પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો બાકી આરોપી આખરે એસ.ઓ.જી. (SOG) ટીમની જાળમાં ફસાઈ ગયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામા મહીલા પોલિસ કોન્સ્ટેબલને સાથે રાખી ભોગ બનનાર તથા પકડવા પરના બાકી આરોપી નિતિનભાઇ ઉર્ફે નીક ગંગારામભાઇ પરમાર જાતે દલવાડી (ઉ.વ ૨૬) રહે બાદનપર તા.મોરબી જી મોરબી વાળાને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે AHTU મોરબીને સોપેલ છે.