HomeMorbiમોરબીમાં દારૂના વેચાણ પર પોલીસની કાર્યવાહી; લાયન્સનગર પાસેથી વિદેશી દારૂના ચપલા સાથે...
મોરબીમાં દારૂના વેચાણ પર પોલીસની કાર્યવાહી; લાયન્સનગર પાસેથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં દારૂબંધીના કાયદાના અમલ માટે સક્રિય બનેલી પોલીસને વધુ એક સફળતા મળી છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સિટી એ ડિવિઝન પોલીસ ટીમે લાયન્સનગર વિસ્તારેથી વેચાણના ઈરાદે રાખવામાં આવેલ વિદેશી દારૂના 6 ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના ગોકુળ લાયન્સનગર સરકારી નિશાળ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -6 કિંમત રૂપિયા 720 નાં મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઈ હરેશભાઇ ડાભી રહે. મોરબી શનાળા બાયપાસ લાયન્સપગરવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.