HomeMorbiખરેડા ગામે ડેમના પટના કોન્ટ્રાક્ટની અદાવતમાં વૃદ્ધ પર હુમલો, લાકડીના ધોકાથી ઇજા

ખરેડા ગામે ડેમના પટના કોન્ટ્રાક્ટની અદાવતમાં વૃદ્ધ પર હુમલો, લાકડીના ધોકાથી ઇજા

મોરબી તાલુકાના ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમના પટમાંથી માટી કાઢવાના કામને લઈને થયેલી અદાવત હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. કોન્ટ્રાક્ટ મળ્યાનું મનદુઃખ રાખીને એક શખ્સે 63 વર્ષીય વૃદ્ધને ગાળો આપી મારકૂટ કરી લાકડીના ધોકાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી જિલ્લાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ પાર્ક -૨ મા રહેતા ૬૩ વર્ષીય ખોડિદાસભાઈ અણદાભાઈ થડોદાએ આરોપી મહેશભાઈ માવજીભાઈ ડાભી રહે. ખરેડા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીને ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ મળેલ હોઇ જે કામકાજનું મનદુઃખ રાખી આરોપીએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વતી ડાબા હાથમાં મુંઢ ઇંજા છોલછાલ જેવી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular