HomeMorbiવાંકાનેરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી: એક્સ્કાવેટર સહિત રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ...

વાંકાનેરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી: એક્સ્કાવેટર સહિત રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઓળ ગામની સીમમાં ચાલી રહેલા બિનઅધિકૃત માટી ખનનની બાતમીના આધારે દરોડા પાડી એક્સ્કાવેટર મશીન સહિત અનેક વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ કબજે કરી ખાણ-ખનીજ વિભાગને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન થતુ હોવાની બાતમી મળેલ જે અનુસંધાને ઓળ ગામની સીમ વિસ્તારમાં જતા ખોદકામમા ઉપાયોગ કરેલ SANY કમ્પનીનુ હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન મળી આવેલ હોય જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારી બાતમીવાળી જગ્યાએ આવી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય તેમજ SANY કમ્પનીનું હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન કબ્જે કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો મળી આવતા ટાટા કંપનીનું ડમ્પર રજી નંબર: GJ-10-TY-8381, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રજી નંબર: GJ-03-CU-1991, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-03-BZ-0054, SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સ્વેટર મશીન સહિત કુલ 1,10,00,000 નો મુજબનો મુદામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular