HomeMorbiમાળિયા નજીક પોલીસની ત્વરિત કાર્યવાહી: કાજરડા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે...
માળિયા નજીક પોલીસની ત્વરિત કાર્યવાહી: કાજરડા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં પોલીસને મોટી સફળતા મળી છે. સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કાજરડા ગામ તરફ જતા માર્ગ પર દરોડા જેવી કાર્યવાહી કરી એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી (બંદૂક) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બંદૂક અને મોટરસાયકલ સહિત રૂ.22,500નો મુદ્દામાલ જપ્ત કરી હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે, કાજરડા ગામ જતા રોડ ઉપર દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) નંગ-૦૧ કિં.રૂ.૨૫૦૦/- તથા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નં.જીજે-૩૬ -એ.જી-૩૮૧૨ જેની કિ.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨૨,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી સમીરભાઈ અબ્બાસભાઇ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા.માળીયા (મીં)વાળાને પકડી માળીયા મીંયાણા પોલિસ સ્ટેશનમા હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.