HomeMorbiમોરબીમાં પોલીસને જોઈ ભાગ્યો એક્ટિવા ચાલક, 8 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો;...

મોરબીમાં પોલીસને જોઈ ભાગ્યો એક્ટિવા ચાલક, 8 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો; સપ્લાયરનું નામ પણ આવ્યું સામે

મોરબી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ એક્ટિવા ચાલકનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 8 બોટલ વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ રૂ. 50,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર અન્ય શખ્સનું નામ પણ સામે આવતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તપાસ કરતા શનાળા રોડ પર આવેલી સત્યમપાન વાળી શેરીમાં હોય ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલો એક એક્ટિવા ચાલક પોલીસને જોઈને નાસવા લાગ્યો હતો. શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કરી તેને થોડે દૂર રોકી તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિંમત રૂપિયા ૯૬૦ તથા એક્ટીવા રજીસ્ટર નં. જીજે-૧૦-ઈ.એફ-૦૯૦૭ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૫૦૯૬૦ના મુદામાલ સાથે આરોપી વિજયભાઈ રાજેશભાઈ માણેક (ઉ.વ. ૨૬), રહે. અંજની એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૪, સત્યમપાન વાળી શેરી, શનાળા રોડ, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા મોરબી લીલાપર રોડ પર રહેતા મનોજભાઈ નામના શખ્સે આ જથ્થો આપ્યો હોવાનુ ખુલતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular