HomeMorbiવાંકનેરના તીથવામાં શંકા-કુશંકાએ લીધો ઉગ્ર વળાંક: ઘરમાં ઘૂસી યુવતીઓ પર હુમલો, ચાર...

વાંકનેરના તીથવામાં શંકા-કુશંકાએ લીધો ઉગ્ર વળાંક: ઘરમાં ઘૂસી યુવતીઓ પર હુમલો, ચાર સામે ફરિયાદ

વાંકનેર તાલુકાના તીથવા ગામમાં પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતી શંકા-કુશંકા અને બોલાચાલીએ આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે બે યુવતીઓ પર હુમલો કરી ઇજા પહોંચાડવાના આક્ષેપ સાથે ચાર શખ્સો વિરુદ્ધ વાંકનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા ૪૨ વર્ષીય મુમતાજબેન સલીમશા શાહમદારએ આરોપી યુનુશભાઈ કાળુભાઈ હાલો યાસ્મીન બેન યુનુસભાઈ હાલ રહે બંને તીથવા ગામ તથા સમીરભાઈ આદમભાઈ દલપોત્રા તથા મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા રહે. બંને વાલાસણ ગામ વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર ર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર હતું કે ફરીયાદિના પાડોસમાં રહેતા આરોપી યુનુશભાઈ તથા યાસ્મીનબેન અવાર નવાર ફરીયાદી પર ખોટી શંકા કુશંકા કરી આરોપ નાખી બોલાચાલી કરતા હોય અને પાડોશી હોય અવાર નવાર આવુ બનતુ જેથી ફરીયાદિએ ધ્યાને નહી લીધેલ અને અચાનક જ ફરીયાદિના ઘરે આવી ફરીયાદિસાથે ઝઘડો કરી આરોપી સમીરભાઈએ લોખંડના પાઈપ વડે ફરીયાદીના દિકરી જસ્મીનને વાસાના ભાગે ઇજા કરી તેમજ આરોપી મુસ્તાકભાઈએ સાથી સાનીયાને ઢીકાપાટુ મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ તમામે ભુંડી ગાળો આપી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular