HomeMorbiમોરબીમાં દારૂના ધંધા પર પોલીસનો પ્રહાર: મોટી વાવડીની વાડીમાંથી રૂ. 3.74 લાખનો...

મોરબીમાં દારૂના ધંધા પર પોલીસનો પ્રહાર: મોટી વાવડીની વાડીમાંથી રૂ. 3.74 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં છુપાવી રાખવામાં આવેલો રૂ. 3.74 લાખથી વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે દરોડો પાડી જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, “વિજયસિંહ સજુભા જાડેજા રહે. મોટીવાવડી તા-જી મોરબી વાળો મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે” જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સર્વેલન્સ સ્ટાફે રેઇડ કરી ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૦૧૬ કૂલ કિ.રૂ.૩, ૭૪,૯૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળી તપાસ પોલીસ હેડ કોન્સ.ડી.એ.વાધડીયા નાઓ ચલાવી રહે છે

RELATED ARTICLES

Most Popular