HomeMorbiપ્રેમલગ્નનો ખાર! દીકરીના સાસરે છરી સાથે ધસી આવેલા પિતા-ભાઈનો આતંક, ‘જાનથી મારી...
પ્રેમલગ્નનો ખાર! દીકરીના સાસરે છરી સાથે ધસી આવેલા પિતા-ભાઈનો આતંક, ‘જાનથી મારી નાખીશું’ની ધમકી
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલી સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં પ્રેમલગ્ન બાદ પારિવારિક રોષનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા અને ભાઈ છરી જેવા ઘાતક હથિયાર સાથે તેના સાસરે ધસી આવ્યા હતા. આરોપીઓએ પોતાની જ દીકરીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલી નીલકંઠ (સોરોના) સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહીને નોકરી કરતા ૨૩ વર્ષીય આરદીપભાઈ મુકેશભાઈ દાણાએ આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમાર તથા ભરતભાઈ બાબુભાઈ પરમાર રહે. બંને થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીએ આરોપીબાબુભાઈની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહી લાગતા ફરીયાદીની કલોનીમા આરોપીઓ છરી લઈને આવી આરોપીએ પોતાની જ દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.