HomeMorbiઉછીના આપેલા માત્ર રૂ. 2 હજાર માંગવા જતાં યુવક પર જીવલેણ હુમલો,...

ઉછીના આપેલા માત્ર રૂ. 2 હજાર માંગવા જતાં યુવક પર જીવલેણ હુમલો, મકનસરમાં લોખંડના પાઇપથી મારમાર્યો

મોરબી તાલુકાના મકનસર ગામમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા જવું એક યુવક માટે ભારે પડી ગયું હતું. આઠ મહિના પહેલાં આપેલા માત્ર રૂ. 2 હજારની ઉઘરાણી કરવા ગયેલા યુવક પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય સુરેશભાઇ દેવજીભાઇ ચાવડાએ આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા તથા લાલો પોપટભાઈ રાણવા રહે. બંને પ્રેમજીનગર મકનસર તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીએ આરોપી જયેશભાઈને આજથી આઠ મહિના પહેલા હાથ ઉછીના બે હજાર આપેલ તે માંગવા આરોપી જયેશભાઈના ગેરેજ પાસે જતા આરોપીને સારૂ નહિ લાગતા જેમફાવે તેમ ગાળો દેતા ફરીયાદી ગાળો દેવાની ના પડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જતા પાઈપ વતી ફરીયાદીને શરીરે જેમફાવે તેમ મારમારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular