HomeMorbiમોરબીમાં દહેજની લાલચે પરિણીતાને મોતના મુખે ધકેલી, એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ

મોરબીમાં દહેજની લાલચે પરિણીતાને મોતના મુખે ધકેલી, એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ

મોરબીમાં દહેજની માંગને લઈને એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પિયરમાંથી રૂ. 5 લાખ લાવવાનું દબાણ, મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ સારવાર હેઠળ રહેલી પરિણીતાની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના માળિયા હરી રોડ પર આવેલા મલવાસના વતની અને મોરબી સાસરે સોનલબેન વાઘજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) એ આરોપી ભરતભાઈ બાબુભાઈ ચાવડા, લિલાબેન બાબુભાઈ ચાવડા તથા પરસોત્તમભાઈ ડાયાભાઈ ચાવડા રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ફરીયાદીને તેના પતી તથા સાસુ તથા મોટા સસરા એમ બધાએ લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતે હેરાન પરેશાન કરી મેણા ટોણા મારી શારીરીક તથા માનશીક દુ:ખ ત્રાસ આપતા હતા અને લગ્ન ખર્ચ પેટે પિયરમાંથી પાંચ લાખ રૂપિયા માંગવા દબાણ કરતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી એસીડ પિવા મુજબુર કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨). ૩૫૧(૨). ૫૪ તથા દહેજ પ્રતિબંઘ ધારાની કલમ,૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular