HomeMorbiમોરબીમાં દિવસ દહાડે ત્રાટક્યા ચીલઝડપિયા, ડી-માર્ટથી પરત ફરતી મહિલાના ગળામાંથી રૂ.1.75 લાખનો...
મોરબીમાં દિવસ દહાડે ત્રાટક્યા ચીલઝડપિયા, ડી-માર્ટથી પરત ફરતી મહિલાના ગળામાંથી રૂ.1.75 લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી પલાયન
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સામાકાંઠા વિસ્તારમાં ડી-માર્ટમાંથી ખરીદી કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને નિશાન બનાવી એક બુકાનીધારી શખ્સે મહિલાના ગળામાંથી આશરે રૂ.1.75 લાખ કિંમતનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. ઘટના બાદ આરોપી પળવારમાં ફરાર થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરી, ભક્તિનગરમાં રહેતા અને ઘડિયાળના કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ૫૧ વર્ષીય ભાવેશભાઈ વિનુભાઈ મહેતાએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમના એકટીવા મોટર સાયકલ ઉપર ખરીદી કરીને પરત ઘરે જતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચાલકએ ફરીયાદીના પત્નીના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન આશરે દોઢ તોલા રૂ.૧,૭૫,૦૦૦/-ની ચીલઝડપ કરી ઝુટવી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.