HomeMorbiમોરબી; બોગસ આધાર-પાનકાર્ડ બનાવી કૌભાંડ આચરનાર રીઢો આરોપી પકડાયો 

મોરબી; બોગસ આધાર-પાનકાર્ડ બનાવી કૌભાંડ આચરનાર રીઢો આરોપી પકડાયો 

મોરબીમા ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ આંબો બનાવી ખેડુતનુ ખોટુ નામ ધારણ કરનાર ગુન્હામા છેલ્લા આઠ માસથી નાસતો ફરતો તેમજ પ્રોહીબિશનના ગુન્હામાં ત્રણ માસ માથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી બાબુભાઇ તળશીભાઇ ચાવડા રહે.મોરબી ભકિતનગર સર્કલ રાફડાની વાડી વાળાનાઓએ તેમના પિતાજીના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ પેઢી આંબો બનાવી ખોટા ખેડુત ખાતેદાર તરીકે ઓળખ આપી સાથીઓને આંબો બનાવી ખરા તરીકે ઉપયોગ કરેલ જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ જેમા આરોપીદર્શીતભાઇ પ્રવીણભાઇ મેવાડા (ઉ.વ.૩૦) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબી ચોકમા ત્રણ માળીયામાં મુળરહે.હરીપર તા.લાલપુર જી.જામનગરવાળો છેલ્લા આઠમાસથી નાસતો ફરતો હોય તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માથી નાસતો ફરતો એમ બંને ગુનહામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular