HomeMorbiસમજાવવા ગયા વેપારીને જ પડ્યો માર! ફોરચ્યુનર ચાલકે રિવર્સમાં કાર ચઢાવી લાખોની...
સમજાવવા ગયા વેપારીને જ પડ્યો માર! ફોરચ્યુનર ચાલકે રિવર્સમાં કાર ચઢાવી લાખોની ઇ-કારને પહોંચાડ્યું નુકસાન
રાજકોટ-મોરબી હાઇવે પર મિતાણા બ્રિજ પાસે બે વાહનચાલકો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. ઉશ્કેરાયેલા ફોરચ્યુનર ચાલકે વેપારી સાથે મારામારી કરી બાદમાં પોતાની કાર બેફામ રીતે રિવર્સમાં હંકારી તેમની મોંઘીદાટ ઇલેક્ટ્રિક કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ગોલ્ડન એલીટા બહુચર માતાજીના મંદિર પાછળ રહેતા અને વેપાર કરતા ૪૩ વર્ષીય દિપકભાઇ દેવજીભાઈ વિરપરીયાએ આરોપી ફોરચ્યુનર કાર રજીસ્ટર નંબર -GJ-36-AP-2728 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી ફોરચ્યુનર કાર રજીસ્ટર નંબર GJ-36-AP-2728 ના ચાલકે મીતાણા બ્રિજ પાસે અન્ય વાહન વાળા સાથે ઝધડો કરતા હોય જેઓને ફરીયાદિએ સાઇડમાં રાખી બોલાચાલી કરી સમજાવા જતા આરોપીએ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદિને બેફામ ગાળો આપી બાદ આરોપીએ ફરીયાદિના મોઢાના ભાગે ઢીકાઓ મારી તેના હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવી ફરીયાદિની મહીન્દ્રા કંપનીની બી.ઇ.સિક્સ ઇલેક્ટ્રીક કાર રજીસ્ટર નંબર-GJ-36-AR-2061 ના આગળના ભાગે ભટકાડી કારના આગળના બોનેટના ભાગે નુકસાન પહોચાડી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.