HomeMorbiવિર વિદરકા નજીક ગેરકાયદેસર બંદુક સાથે શખ્સ ઝડપાયો, એલસીબીની ત્રાટકતી કાર્યવાહી

વિર વિદરકા નજીક ગેરકાયદેસર બંદુક સાથે શખ્સ ઝડપાયો, એલસીબીની ત્રાટકતી કાર્યવાહી

મોરબી ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે માળીયા તાલુકાના વિર વિદરકા ગામ નજીક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક શખ્સને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે માળીયા તાલુકાના વિર વિરદકા ગામના પાદરમાં એક ઇસમ પોતાની પાસે એક ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની બંદુક હથિયાર સાથે હોવાથી ખાનગી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે જઇ તપાસ કરતા હાથ બનાવટની બંદુક હથિયાર નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉ.વ.૪૫) રહે. વિર વિદરકા ગામવાળો મળી આવતા આરોપી વિરુધ્ધ માળીયા (મિં)પોલિસ સ્ટેશનમા હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular