HomeMorbiજુના લાલપરમાં ઘર બહાર પાર્ક કરેલી ઓટો રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા, ડુપ્લિકેટ...
જુના લાલપરમાં ઘર બહાર પાર્ક કરેલી ઓટો રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા, ડુપ્લિકેટ ચાવીથી ચોરીની આશંકા
વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામમાં ઘર બહાર પાર્ક કરેલી બજાજ ઓટો રિક્ષાની ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી આશરે રૂ. 50 હજારની કિંમતની રિક્ષા ચોરી કરી ફરાર થઈ જતા રિક્ષાચાલકે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રીક્ષા ડ્રાઈવીંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામે રહેતા ૪૮ વર્ષીય વાહીદભાઈ વલીભાઈ ખીયાણીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની પોતાના કબ્જા વાળી બજાજ ઓટો રીક્ષા જેના રજીસ્ટર નંબર જી.જે. ૩૬-યુ-૨૫૦૮ વાળી સને-૨૦૧૮ ના મોડલની લીલા કલરની કાળા કલરના હુડ વાળી જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/-વાળી કોઈ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.