HomeMorbiહળવદના જુના માલણીયાદમાં પાણી ઢોળવાની સામાન્ય બાબત લોહિયાળ બની; વૃદ્ધ પર સળિયા...
હળવદના જુના માલણીયાદમાં પાણી ઢોળવાની સામાન્ય બાબત લોહિયાળ બની; વૃદ્ધ પર સળિયા વડે હુમલો
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા 60 વર્ષીય વૃદ્ધ પર બે શખ્સોએ લોખંડના સળિયા અને ઢીકાપાટુ વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા અને મજૂરીકામ કરતા ૬૦ વર્ષીય જેરામભાઈ રેવાભાઈ ગુંદારીયાએ આરોપી માનસિંગભાઈ નાનુભાઈ ઉધરેજા સવજીભાઈ નાનુજીભાઈ ઉધરેજા રહે. જુના માલણીયાદ ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી તથા સાથી હરેશભાઇ એમ બન્ને આરોપીઓને શેરીમા પાણી ઢોળવા બાબતે સમજાવતા હતા ત્યારે આરોપી માનસિંગભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં રહેલ લોખંડનું સણોથુ ફરીયાદીને માથાના ભાગે મારી ઇજા કરી તથા આરોપી સવજીભાઈએ ફરીયાદી ઉપર બેસી ઢીકા પાટુ મારી મુંઢ ઈજા કરી બન્નેએ ભુંડા બોલી ગાળો આપી ફરી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.