HomeMorbiઅવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હરતી મોરબી...
અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હરતી મોરબી સિટી પોલીસ
આ અંગે મળતી માહિતી મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજવટાવના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા પોલિસ ઈન્સ્પેકટરએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણદાભાઇ રાઠોડ (ઉ.વ.૩૪ ) રહે.થોરાળા તા.મોરબી વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમ ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.