HomeMorbiટીંબડી પાટીયા પાસે કારખાનામાં તસ્કરોનો ત્રાટક્યા: રૂ. 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ કેબલ વાયર...

ટીંબડી પાટીયા પાસે કારખાનામાં તસ્કરોનો ત્રાટક્યા: રૂ. 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ કેબલ વાયર ચોરાયા

મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલા એક કારખાનાને ચાર અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મોડી રાત્રે દિવાલ ટપી પ્રવેશ કર્યો હતો. તસ્કરો ગોડાઉનમાંથી આશરે રૂ. 1.75 લાખની કિંમતના 350 કિલો કોપર અને એલ્યુમિનિયમ કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ બરવાળા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડાએ આરોપી અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાગીદારીના કારખાનાના ગોડાઉનમાં મોડી રાતના સમયે ચારેક અજાણ્યા ઇસમો અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના કારખાનાની દિવાલ ટપી અંદર પ્રવેશ કરી કારખાનાના ગોડાઉનમાં ખુલ્લા દરવાજા વાટે ગુપ્ત અપપ્રવેશ કરી ગોડાઉનમાં મશીનરીમાં કામમાં વાપરતો અને ઉપયોગમાં લેવાયેલ કોપર તથા એલ્યુમીનીયરનો ફાઇબરનો કોટીંગવાળો કેબલ વાયર અંદાજે ૩૫૦ કીલો જેની કુલ કી.રૂ. ૧૭૫૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular