HomeMorbiહાઉસિંગ બોર્ડમાં ઘરકંકાસે લીધો હિંસક વળાંક: પિતાએ 17 વર્ષની દીકરીના માથામાં લાકડાની...
હાઉસિંગ બોર્ડમાં ઘરકંકાસે લીધો હિંસક વળાંક: પિતાએ 17 વર્ષની દીકરીના માથામાં લાકડાની પટ્ટી મારી, ચાર ટાંકા જેવી ઈજા
મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘરેલુ ઝઘડો ગંભીર બનાવમાં પરિણમ્યો છે. સામાન્ય બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા પિતાએ પોતાની જ સગી 17 વર્ષની દીકરી પર હુમલો કરી માથામાં લાકડાની પટ્ટી ફટકારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મજૂરી કામ કરતા ૪૫ વર્ષીય ગીતાબેન અરવિંદભાઈ સાવરિયાએ આરોપી અરવિંદભાઈ જેરામભાઈ સાવરિયા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી પતિ એ ફરીયાદિની દીકરી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો તેમજ માથાના ભાગે લાકડાની પટ્ટી વડે ચાર ટાંકા જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.