HomeMorbiમોરબીના રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

મોરબીના રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

મોરબી શહેરના રવાપર જુના ગામમાં રામજી મંદિર પાછળ આવેલી શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ૬ ઇસમોને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રવાપર જુના ગામમાં રામજી મંદિર પાછળની શેરીમાં કેટલાક ઇસમો કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા છ શખ્સો જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમીયા (ઉ .વ.૪૮ વર્ષ) રહે. રવાપર ગામમાં, રામજી મંદિરની બાજુમાં, ગામ: મોરબી, લખમણભાઇ વાલજીભાઈ માકાસણા રહે. રવાપર ઘુનડા રોડ ચિત્રકુટ સોસાયટી મોરબી, તનસુખભાઈ જેમલભાઈ વાછાણી રહે. મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ, શિવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૨, ગામ: મોરબી, ભરતભાઈ અખાભાઈ સુથાર રહે. મોરબી રવાપર ધુનડા રોડ, શ્રી કૃષ્ણા સોસાયટી, હનુમાનજી મંદિર સામે, ગામ: મોરબી, રાકેશભાઈ જીવરાજભાઈ લો રહે. મોરબી રવાપર ધુનડા રોડ, ગોલ્ડન માર્કેટ પાછળ, ચિત્રકૂટ સોસાયટી, શેરી નં. ૩, ગામ: મોરબી, સંજયભાઈ ચતુરભાઈ કાસુંદ્રા રહે. મોરબી રવાપર ધુનડા રોડ, ચિત્રકૂટ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૨,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular