HomeMorbiજેતપરમાં મધરાતે ત્રાટકી તોફાની ટોળકી: રૂ. 14 લાખનું હીટાચી મશીન પેટ્રોલ છાંટી...
જેતપરમાં મધરાતે ત્રાટકી તોફાની ટોળકી: રૂ. 14 લાખનું હીટાચી મશીન પેટ્રોલ છાંટી સળગાવ્યું, 5થી 6 શખ્સો સામે ગુનો
મોરબીના જેતપર ગામ નજીક દેવળીયા રોડ પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં આવેલા 5થી 6 ઇસમોએ હીટાચી મશીનમાં તોડફોડ કર્યા બાદ તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટનામાં અંદાજે રૂ. 14 લાખનું નુકસાન થતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના અવની રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ૪૭ વર્ષીય મહેશભાઈ દામજીભાઈ પરેચાએ આરોપી અજાણ્યા 5 થી 6 ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પાંચ થી છ અજાણ્યા ઇસમો ગેરકાદેસર મંડળી રચી મોડી રાત્રિના નંબર વગરની ઠાઠા વાળી બોલેરો કાર લઇ આવી ફરીયાદીના વોલ્વો બીએલસી-૨૧૦ મોડેલ હીટાચી મશીન પાસે આવી હીટાચી મશીનના ડ્રાઇવર સાથી સલામુદ્દીન જાનમહમદને ભુંડા બોલી ગાળો આપી ફરીયાદીના હીટાચી મશીનમાં લાકડાના ધોકા વતી નુકશાન પહોં ચાડી તેમજ હીટાચી મશીન પર પેટ્રોલ નાખી સળગાવી દઈ ફરીયાદીના હીટાચી મશીનમાં આશરે રૂ.૧૪,૦૦, ૦૦૦/- નું નુકશાન પહોંચાડી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.