HomeMorbiવાંકાનેરમાં ગાંજાના કાળા કારોબાર પર પોલીસનો પ્રહાર: વીડી જાંબુડીયા પાસે 1 કિલો...
વાંકાનેરમાં ગાંજાના કાળા કારોબાર પર પોલીસનો પ્રહાર: વીડી જાંબુડીયા પાસે 1 કિલો થી વધું ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસે માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે વધુ એક સફળ કાર્યવાહી કરતાં વીડી જાંબુડીયા ગામ નજીકથી એક શખ્સને લગભગ 1 કિલો 950 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ રહે. ચરાડવા, તા.હળવદ જિ.મોરબી વાળો પોતાના હવાલાવાળા હિરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં:- GJ-36-AN-1746 વાળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૦૧ કિલો અને ૯૫૦ ગ્રામ વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવતા આરોપી વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦(બી) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.