HomeMorbiસૂકા ઘાસની આડમાં દારૂની સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો: વાંકાનેર પોલીસે 2.73 લાખના મુદ્દામાલ...
સૂકા ઘાસની આડમાં દારૂની સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો: વાંકાનેર પોલીસે 2.73 લાખના મુદ્દામાલ સાથે છકડો ઝડપી પાડ્યો
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે અરણીટીંબા ગામના બોર્ડ નજીક મોટી કાર્યવાહી હાથ ધરી સૂકા ઘાસ (નીરણ) નીચે છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.2.73 લાખના મુદ્દામાલ સાથે એક યુવાનની ધરપકડ કરી વધુ બે શખ્સોની શોધખોળ શરૂ કરતાં દારૂના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમયાન અરણીટીંબા ગામના બોર્ડ નજીક પોલિસને સંયુક્તમા ખાનગી બાતમી મળેલ કે એક છકડો રીક્ષાનો ચાલક નીરણ/સુકા ઘાસની આડમા ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરીને વાકાનેરથી મીતાણા તરફ જવા પસાર થનાર છે. જે સચોટ બાતમીના આધારે અરણીટીંબા ગામના બોર્ડ પાસે રોડ પર વોચમા ગોઠવાઈ ગયેલ હોય તે દરમ્યાન બાતમીવાળી છકડો રીક્ષા આવતા જેને રોકવા માટે રોડ પર આડસ રાખી રસ્તો બંધ કરી છકડો રીક્ષા રોકાવી ઠાઠામા ચેક કરતા નીરણ/સુકા ઘાસ નીચે છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૨૮૭ કિ રૂ. ૨,૧૩,૭૧૮/-તથા છકડો રીક્ષાની કિ રૂ.૫૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન નંગ ૦૧ ની કિ રૂ.૧૦,૦૦૦/- ગણી આમ કુલ કી.રૂ.૨,૭૩,૭૧૮ /- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન છકડો રીક્ષાના ચાલક રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ.૨૦) હાલ રહે-પાળીયાદ દરબાગઢ લિન્ડીયાના કાટા પાસે તા-જી-બોટાદ મુળ રહે-વીરપુર ગામ તા-ધોળકા જી- અમદાવાદવાળાને પકડી પાડેલ તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અજયભાઈ ખાચર રહે-તરઘરા તા-જી-બોટાદ તથા મંગાવનાર અજયસિંહ હામુભા જાડેજા રહે. વિરવાવવાળાની સોધખોળ ચાલુ છે. આમ પકડાઇ ગયેલ ઇસમ તથા તપાસમા ખુલે તે તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફને ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી પ્રોહીનો કેશ શોધી કાઢવામાં સફળતા મળી છે.