HomeMorbiવાંકાનેરના જાંબુડીયામાં ખુલ્લેઆમ ચાલતો તીનપત્તી જુગાર ઝડપાયો: 6 જુગારીઓ ઝડપાયાં

વાંકાનેરના જાંબુડીયામાં ખુલ્લેઆમ ચાલતો તીનપત્તી જુગાર ઝડપાયો: 6 જુગારીઓ ઝડપાયાં

વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામમાં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે રોકડ રૂપિયા 17,800 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના ઘરની સામે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.વ.૨૭) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.વ.૨૫) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૩) રહે.માણેકવાડા તા.હળવદ, ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.વ.૩૮) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.વ.૩૨) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.વ.૫૫) રહે.માણેકવાડા તા.હળવદવાળાને રોકડ રૂપિયા ૧૭,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular