HomeMorbiટંકારા પોલીસનો દારૂ માફિયાઓ પર પ્રહાર: ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂ...

ટંકારા પોલીસનો દારૂ માફિયાઓ પર પ્રહાર: ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ પર કાર્યવાહી કરી ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પૂછપરછમાં વધુ ત્રણ શખ્સોના નામ ખુલતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કાર નંબર-GJ-03-NB-9314 વાળીમાં હેરાફેરી કરતા જીજ્ઞેશભાઇ ઉર્ફે દીલીપભાઇ લાખાભાઇ ગોહેલ( ઉ.વ.૪૧) રહે. રાજકોટ ભગવતીપરાવાળા ઇસમને કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૭૦૦ કી.રૂ. ૧,૪૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર, દશરથભાઇ ઉર્ફે દસો રમેશભાઇ કણજરીયા રહે.સામતપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર, આસીફભાઇ ઇરફાનભાઇ વીકીયા રહે. સરાયા તા.ટંકારાવાળાનુ નાંમ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular