HomeMorbiમોરબીમાં ફૂડ શાખાનું ચેકિંગ: રવાપર રોડ પર 20 ફરસાણની પેઢીઓમાં દરોડા, અખાદ્ય...
મોરબીમાં ફૂડ શાખાનું ચેકિંગ: રવાપર રોડ પર 20 ફરસાણની પેઢીઓમાં દરોડા, અખાદ્ય તેલ અને ચટણીનો નાશ કરાયો
મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણ ની પેઢીઓમાં નિરીક્ષણ કરી તેલ ના નમૂના નું સ્થળ પર તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવેલ.
જેમાં રવાપર રોડ પર આવેલા ફરસાણ ની ૨૦ પેઢી ની તપાસ કરવામાં આવેલી અને તેલ ના નમૂના નું TPC MACHINE થી ચકાસણી કરવામાં આવેલ જેમાં તેલ ના નમુના માં ૨૫ TPC COUNT થી વધુ આવેલા તમામ નમૂના સ્થળ પર નાશ કરવામાં આવેલ. તદઉપરાંત ફરસાણ ની પેઢી માં મળેલ છાપેલ ન્યુઝ પેપર નો આશરે ૫ કેજી જેટલો જથ્હો ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર દ્વારા નાશ કરવામાં આવેલ. આ સાથે ખાણી પીણી ના વેપારિયો ને ફૂડ શાખા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આ ચેકિંગ ની કામગીરી વધુ કડક રીતે કરવામાં આવશે. લાઈટ નાસ્તા હાઉસ માંથી આશરે ૨ કેજી અખાદ્ય ચટણીનો નાશ કરાયોને પોપ ચાઈનીસ માંથી આશરે ૫ કેજી આખાદ્ય ચટણીનો નાશ કરાયો તથા ફૂડ કલર નો નાશ કરાયો.