HomeMorbiહળવદના રાણેકપરમાં દારૂનો મોટો પર્દાફાશ: સરપંચના પતિની દુકાનમાંથી રૂ. 6.86 લાખનો વિદેશી...

હળવદના રાણેકપરમાં દારૂનો મોટો પર્દાફાશ: સરપંચના પતિની દુકાનમાંથી રૂ. 6.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામમાં પોલીસે પ્રોહિબીશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન ગામના સરપંચના પતિની દુકાનમાંથી રૂ. 6.86 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1632 બોટલો કબજે કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિ બુટલેગર અને રાણેકપર ગામના અગ્રણી તથા સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા એ રાણેકપર ગામે પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે” તેવી બાતમીના આધારે રાણેકપર ગામે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચાની કબ્જા ભોગવટાવાળી દુકાને રેઇડ કરતા દુકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૬૩૨ જેની કિ.રૂ ૬,૮૬,૦૫૨/- નો મુદામાલ મળી આવતા આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા/કોળી રહે ગામ રાણેકપર તા.હળવદ જી.મોરબી વાળા વિરુધ્ધમાં હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular